Mon, Aug 03,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
Internationational

𝟐𝟏-𝐇𝐨𝐮𝐫 𝐌𝐚𝐫𝐚𝐭𝐡𝐨𝐧 𝐓𝐚𝐥𝐤𝐬 𝐅𝐚𝐢𝐥 – અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ ડીલ નહીં 🇺🇸 🇮🇷

Share
Share

ઇસ્લામાબાદમાં અમેરિકો અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાક લાંબી મેરેથોન ચર્ચા અંતે કોઈ સમજૂતી વિના પૂર્ણ થઈ છે. દુનિયાભરની નજર આ બેઠક પર હતી, કારણ કે ઘણા લોકો માનતા હતા કે આ બેઠક મધ્યપૂર્વમાં શાંતિ તરફ મોટું પગલું સાબિત થઈ શકે. પરંતુ અંતિમ પરિણામે ફરી એકવાર તણાવ વધવાની શક્યતા ઉભી કરી છે.

અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાઇસ પ્રેસિડેન્ટ 𝐉𝐃 𝐕𝐚𝐧𝐜𝐞એ કર્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે ઈરાન તરફથી પરમાણુ હથિયાર બનાવવાની દિશામાંથી સંપૂર્ણપણે પાછું ફરવાનો સ્પષ્ટ વચન મળ્યું નથી. અમેરિકાનું માનવું છે કે આ જ ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો, અને એમાં પ્રગતિ ન થતા કોઈ કરાર થઈ શક્યો નહીં.
બીજી તરફ ઈરાને અમેરિકાની માંગણીઓને અયોગ્ય ગણાવી છે. તેહરાનનું કહેવું છે કે વર્ષોથી લાગેલા પ્રતિબંધો હટાવવા, યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર અને લેબનનમાં ઈઝરાયેલની કાર્યવાહી રોકવા જેવા મુદ્દા પણ એટલા જ મહત્વપૂર્ણ છે.
ચર્ચા દરમિયાન 𝐒𝐭𝐫𝐚𝐢𝐭 𝐨𝐟 𝐇𝐨𝐫𝐦𝐮𝐳નો મુદ્દો પણ તણાવનું કેન્દ્ર રહ્યો. આ જળમાર્ગમાંથી વિશ્વનો મોટો તેલ વેપાર પસાર થાય છે. અમેરિકાએ પોતાના યુદ્ધજહાજોની હાજરી બતાવી દબાણ વધાર્યું, જ્યારે ઈરાને તેનો વિરોધ કર્યો.
લેબનનનો મુદ્દો પણ મોટો અવરોધ બન્યો. ઈરાન ઈચ્છે છે કે ત્યાં પણ સીઝફાયર લાગુ થાય, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ એ મુદ્દે તૈયાર દેખાતા નથી.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બે અઠવાડિયાનો સીઝફાયર ટકી રહેશે કે નહીં. જો નવી ચર્ચા જલદી શરૂ નહીં થાય તો ફરી હુમલાઓ, તેલ બજારમાં ઉથલપાથલ અને સમગ્ર મધ્યપૂર્વમાં અસ્થિરતા વધવાની ભીતિ છે.
પાકિસ્તાન મધ્યસ્થ તરીકે બંને પક્ષોને ફરી ચર્ચા માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હાલ પરિસ્થિતિ અત્યંત નાજુક છે.
👉 𝐄𝐝𝐢𝐭𝐨𝐫’𝐬 𝐕𝐢𝐞𝐰𝐬 :
આ ચર્ચા ઇતિહાસ રચી શકતી હતી, પરંતુ હાલ તે એક મોટી રાજનૈતિક નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે. હવે આગામી થોડા દિવસો નક્કી કરશે કે પ્રદેશ શાંતિ તરફ જશે કે ફરી યુદ્ધની આગ ભભૂકી ઊઠશે.
𝐂𝐡𝐢𝐞𝐟 𝐄𝐝𝐢𝐭𝐨𝐫 – 𝐀𝐬𝐡𝐢𝐬𝐡 𝐏𝐚𝐢𝐣𝐚
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
Internationational

વિશ્વના ફાયરફાઇટર્સ એક જ મંચ પર, 𝐒𝐚𝐮𝐝𝐢 𝐀𝐫𝐚𝐛𝐢𝐚માં જામશે 𝐅𝐢𝐫𝐞 & 𝐒𝐚𝐟𝐞𝐭𝐲 𝐄𝐱𝐩𝐨 𝟐𝟎𝟐𝟔

સાઉદી અરેબિયામાં યોજાનારી વિશ્વની સૌથી મોટી ફાયરફાઇટર્સ ઇવેન્ટને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં...

90%
Internationational

𝐔𝐊માં 𝐂𝐫𝐲𝐩𝐭𝐨 પર કડક નિયમોની તૈયારી, 𝐅𝐂𝐀એ શરૂ કરી ચર્ચા 🇬🇧

બ્રિટન હવે 𝐜𝐫𝐲𝐩𝐭𝐨 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐲 પર વધુ નિયંત્રણ લાવવા માટે મોટું પગલું ભરી...

90%
Internationational

𝐂𝐡𝐢𝐧𝐚 𝐂𝐞𝐧𝐭𝐫𝐚𝐥 𝐁𝐚𝐧𝐤 ફરી સક્રિય,𝟓𝟎𝟎 બિલિયન યુઆન બજારમાં મુકાશે 🇨🇳

ચીનની સેન્ટ્રલ બેંક 𝐏𝐞𝐨𝐩𝐥𝐞’𝐬 𝐁𝐚𝐧𝐤 𝐨𝐟 𝐂𝐡𝐢𝐧𝐚એ બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી નાણાકીય પ્રવાહિતા...

90%
Internationational

𝐈𝐬𝐥𝐚𝐦𝐚𝐛𝐚𝐝 ફરી બની શકે 𝐔𝐒-𝐈𝐫𝐚𝐧 𝐓𝐚𝐥𝐤𝐬નું કેન્દ્ર ? 🇵🇰

તાજેતરમાં પાકિસ્તાનમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કોઈ અંતિમ સમજૂતી થઈ નહોતી, છતાં બંને...