તાજેતરમાં 𝐒𝐡𝐞𝐢𝐤𝐡 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐛𝐢𝐧 𝐑𝐚𝐬𝐡𝐢𝐝 𝐀𝐥 𝐌𝐚𝐤𝐭𝐨𝐮𝐦 એ દેશના નાગરિકો અને રહેવાસીઓને એકતા દર્શાવવા માટે પોતાના ઘરો અને ઇમારતો પર 𝐔𝐀𝐄 નો ધ્વજ ફરકાવવાનો અનુરોધ કર્યો છે. તેમણે ધ્વજને માત્ર એક નિશાની નહીં, પરંતુ દેશની શક્તિ, ગૌરવ અને એકતાનું પ્રતિક ગણાવ્યું છે.
આ અનુરોધ પાછળનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે – તાજેતરના તણાવભર્યા સમયમાં સમગ્ર દેશ એક સાથે ઊભો રહ્યો હતો, અને હવે એ જ એકતા ફરીથી દેખાડવાનો સમય છે.
જો તમે તમારા ઘરે કે બિલ્ડિંગ પર ધ્વજ ફરકાવવાનો વિચાર કરો છો, તો તેની સાથે જોડાયેલા નિયમો અને શિસ્તનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ધ્વજ હંમેશા સ્વચ્છ, ઇસ્ત્રી કરેલો અને સારી સ્થિતિમાં હોવો જોઈએ. તેને ઊંચે ચઢાવતા પહેલાં ચકાસવું જરૂરી છે કે તે ફાટેલો કે ફેડ થયેલો ન હોય.
ધ્વજ લગાવતી વખતે તેની યોગ્ય દિશા પણ મહત્વપૂર્ણ છે – લાલ ભાગ ઉપર રહે અને બાકી ત્રણ રંગો નીચે ગોઠવાયેલા હોય. જો કોઈ વ્યક્તિ સામે ઉભો હોય તો કાળો રંગ ડાબી બાજુ દેખાવા જોઈએ.
એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ધ્વજ ક્યારેય જમીન કે પાણીને સ્પર્શ ન કરવો જોઈએ અને તે કોઈપણ વસ્તુ સાથે અથડાય નહીં તેવું ધ્યાન રાખવું જોઈએ.
સાથે સાથે કાયદાકીય નિયમો પણ ખૂબ કડક છે. ધ્વજનો અપમાન કરવો, ફાડવો કે ખોટી રીતે ઉપયોગ કરવો ગંભીર ગુનો ગણાય છે, જેમાં ભારે દંડ અને કેદની સજા થઈ શકે છે.
ધ્વજ પર કોઈપણ પ્રકારનું લોગો, ડિઝાઇન કે એડવર્ટાઈઝિંગ ઉપયોગ કરવો મનાઈ છે. તેને સજાવટ, કપડાં કે ખાદ્ય વસ્તુઓમાં પણ ઉપયોગ કરવો યોગ્ય નથી.
જો ધ્વજ જૂનો કે ખરાબ થઈ જાય તો તેને યોગ્ય રીતે દૂર કરીને બદલવો જોઈએ. તેને બળતરમાં ન નાખવો, પરંતુ કાપીને યોગ્ય રીતે નષ્ટ કરવો જોઈએ.

𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ :
ધ્વજ માત્ર એક કપડું નથી – તે દેશની ઓળખ છે. તેની માન-મર્યાદા જાળવીને તેને ફરકાવવું એ દરેક નાગરિકની જવાબદારી છે.


Leave a comment