Mon, Aug 03,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

𝐒𝐡𝐚𝐫𝐣𝐚𝐡 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐃𝐞𝐩𝐚𝐫𝐭𝐦𝐞𝐧𝐭 અને 𝐃𝐞𝐥𝐥 વચ્ચે મોટી ભાગીદારી 🇦🇪

Share
Share

શારજાહ હવે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં એક મોટું પગલું ભરતું જોવા મળી રહ્યું છે. શારજાહ ડિજિટલ ડિપાર્ટમેન્ટે 𝐃𝐞𝐥𝐥 𝐓𝐞𝐜𝐡𝐧𝐨𝐥𝐨𝐠𝐢𝐞𝐬 સાથે એક મહત્વપૂર્ણ 𝐌𝐨𝐔 સાઇન કર્યું છે, જેના દ્વારા સરકારના કામકાજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ વધારવાનો માર્ગ તૈયાર થયો છે.

આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ માત્ર ટેક્નોલોજી અપનાવવાનો નથી, પરંતુ સમગ્ર ગવર્નમેન્ટ સિસ્ટમને વધુ સ્માર્ટ, ઝડપી અને લોકો કેન્દ્રિત બનાવવાનો છે. આ પહેલ શારજાહને એક મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમ તરફ લઈ જશે, જ્યાં ડેટા અને સ્માર્ટ ટેક્નોલોજી દ્વારા નિર્ણયો વધુ અસરકારક બનશે.
આ MoU હેઠળ એક વ્યાપક કાર્યક્રમ અમલમાં મુકવામાં આવશે, જેમાં સરકારના અધિકારીઓ, ડેવલોપર્સ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો માટે ખાસ ટ્રેનિંગ, વર્કશોપ્સ અને હેન્ડ્સ-ઓન સેશન યોજાશે. ખાસ કરીને સંસ્કૃતિ, કલા, કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ 𝐀𝐈 નો ઉપયોગ વધારવા પર ભાર મુકવામાં આવશે.
આ કાર્યક્રમનો એક મહત્વનો ભાગ એ છે કે સરકારી વિભાગો પોતાના કામકાજમાં AI આધારિત પ્રેક્ટિકલ યુઝ કેસ તૈયાર કરી શકે, જેથી ટેક્નોલોજી માત્ર થિયરીમાં નહીં પણ વાસ્તવિક કાર્યમાં ઉપયોગી બની શકે.
શારજાહના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે 𝐀𝐈 ને તેઓ માત્ર એક સાધન તરીકે નથી જોતા, પરંતુ ગવર્નન્સને નવી રીતે ડિઝાઇન કરનાર એક શક્તિશાળી ડ્રાઇવર તરીકે અપનાવી રહ્યા છે. આ પહેલ શારજાહ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજી 2026–2028નો મહત્વનો ભાગ છે.
આ ભાગીદારીમાં પબ્લિક-પ્રાઇવેટ સહયોગને પણ મહત્વ આપવામાં આવ્યું છે, જેથી વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી અને અનુભવનો લાભ લઈ શકાય અને નવીનતા ઝડપથી અમલમાં મુકાઈ શકે.
આ પહેલનો અંતિમ હેતુ છે – વધુ પ્રોએક્ટિવ, ઝડપી અને સરળ સરકારી સેવાઓ આપવી, જેથી લોકોનો અનુભવ સુધરે અને જીવનની ગુણવત્તા વધુ સારી બને.
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ :
શારજાહ હવે AI દ્વારા ગવર્નન્સને નવી દિશા આપી રહ્યું છે – જ્યાં ટેક્નોલોજી અને માનવ કેન્દ્રિત અભિગમ સાથે ભવિષ્યનું સ્માર્ટ શહેર તૈયાર થઈ રહ્યું છે.
𝐒𝐎𝐔𝐑𝐂𝐄 : 𝐖𝐀𝐌 𝐌𝐄𝐃𝐈𝐀
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...

90%
UAE

સ્માર્ટ ન્યાય તરફ 𝐔𝐀𝐄નું વધુ એક મહત્વપૂર્ણ પગલું, 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐏𝐫𝐨𝐬𝐞𝐜𝐮𝐭𝐢𝐨𝐧એ રજૂ કરી 𝐀𝐈 પહેલ

સંયુક્ત આરબ અમીરાતે ન્યાય વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે ડિજિટલ...